સાબરકાંઠા જિલ્લો : સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા ની અધ્યક્ષતામાં લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો

SB KHERGAM
0

  

સાબરકાંઠા જિલ્લો : સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા ની અધ્યક્ષતામાં લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વરચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો

     સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો.

   


આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ માટે દેશની  3 કરોડ ગ્રામીણ મહિલાઓને *લખપતિ દીદી* બનાવવા અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેના થકી આજે ૧ કરોડ મહિલાઓ આજે લખપતિ દીદી બની છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ૧૦,૯૯૯ સ્વ સહાય જૂથ થકી ૩૮,૦૦૦ મહિલાઓ આત્મનિર્ભર બની છે. આવનાર સમયમાં વધુ મહિલાઓ આ જૂથો સાથે જોડાઈ આર્થિક પગભર બને. 

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મહિલા સશક્તિકરણ માટે મહિલા અનામત આપી છે. મહિલાઓ અનેક યોજનાઓ અમલમાં મુકી છે. ઉપસ્થિત મહિલાઓ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું   હતું.


ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મહિલા સશક્તિકરણ હંમેશ પ્રત્નશીલ છે. ત્રણ કરોડપતિ દીદી બનાવવા માટે હાલમાં ડ્રોન, પ્લમ્બિંગ જેવા વિષયોની તાલીમો આપી મહિલાઓને લોન આપી આગળ વધારવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વધુમાં સ્થાનિક પેદાશોના માર્કેટ બનાવી મહિલાઓ દ્વારા ઉત્પાદિત સામાન ના વેચાણના માર્કેટ ઉભા કરવામાં આવ્યા છે.

     વડાપ્રધાન શ્રી દ્વારા મહારાષ્ટ્રના જલગાંવ ખાતે ઉપસ્થિત રહી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દેશના જુદા જુદા વિસ્તારની મહિલાઓ સાથે સંવાદ સાધ્યો હતો.

     આ પ્રસંગે સ્વ સહાય જૂથની મહિલાઓને ચેક વિતરણ કરાયું હતું. જિલ્લામાં કુલ રૂ. ૫૭૦૨.૫ લાખનું યોજનાકીય ફંડ ફાળવવામાં આવ્યા હતા. તેમજ રૂ. ૨૩૩૪.૭૦ લાખનું ધિરાણ ચૂકવ્યું છે. આ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા પોતાના અનુભવો રજૂ કરાયા હતા.

    આ પ્રસંગે હિંમતનગર તાલુકા પંચાયત શ્રીમતી ભૂમિકાબેન પટેલ, ગ્રામ વિકાસ નિયામકશ્રી કે. પી. પાટીદાર , તાલુકા વિકાસ અધિકારી શ્રી સિસોદિયા તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

  Courtesy: Gujarat Information Sabarkantha District Panchayat



 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top