આદિવાસી યુવાનોનું ગૌરવ: વાંસદાના ચેતનભાઈ ભગરિયાએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં જીત્યા મેડલ, હવે નેશનલ સ્તરે પ્રદાન કરશે પ્રતિભા
વાંસદા તાલુકાના કેલીયા ગામનાં આદિવાસી ખો-ખો પ્લેયર ચેતનભાઈ ભગરિયાએ રાજ્ય કક્ષાની માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કચ્છ-ભૂજ ખાતે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
વાંસદાના આદિવાસી યુવાન ચેતનભાઈ ભગરિયાની આ સિદ્ધિ તેમના માટે અને સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે. ચેતનભાઈની આ સફર અને મહેનત એ બતાવે છે કે આદિવાસી સમાજના યુવાનોમાં પ્રતિભા અને ક્ષમતાનો અભાવ નથી, તેમણે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળતા આગળ વધવાની અપાર તકો છે.
કચ્છ-ભૂજમાં યોજાયેલ રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં ચેતનભાઈએ લાંબીકુદમાં ગોલ્ડ મેડલ અને 200 મીટર તથા 400 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યા. તેમની આ સિદ્ધિથી વાંસદાના આદિવાસી યુવાનોને પ્રેરણા મળી છે અને તે યુવા પેઢી માટે ઉદાહરણરૂપ બની છે.
તેઓ હવે નેશનલ સ્તરે દિલ્હીમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે, જ્યાં આ ક્ષેત્રના નમ્રતાના ઝંડી લહેરાવી શકે તેવી આશા છે.
તેમની આ સિદ્ધિ માટે કોચ એફ.બી. મિર્ઝા અને ગામના રહેવાસીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે