ખેરગામ ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી મંગેશભાઈ પટેલ દ્વારા બાજ જેવું દેખાતું મધીયો પક્ષીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
ખેરગામ : રવિવારે ખેરગામના વેણ ફળીયા ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે નાના બાળકો રમતા હતા, ત્યારે કોઈની નજર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલી ખાડીના કિનારે એક પક્ષી ઉપર પડી હતી. જે બાઝ જેવું દેખાતું મધીયો પક્ષી ઊડી શકવાની હાલતમાં ન હતું. જેને બાળકોએ ઉંચકી લાવી પંચાયતના પૂર્વ સભ્યશ્રી મંગેશભાઈને ત્યાં લઈ ગયા હતા. ત્યારબાદ તેમણે પક્ષીને પાણી પીવડાવી વન વિભાગના અધિકારીને જાણ કરતા કર્મચારીઓએ પહોંચી પક્ષીને મધ્ય પણ કહેવામાં આવે છે, જે મધ ઝાડ ઉપર બેઠું હોય એને ઉડાડી તે મધ ખાઈ જાય એટલે એનું રેસ્ક્યુ કરી વન વિભાગના કર્મચારીઓ એને લઈ ગયા હતા.
માહિતી સ્રોત: જીગ્નેશ પટેલ