Narmda news : ૧૪ માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં રાજપીપલા ખાતે દોઢ હજારથી દશ લાખ સુધીની લાભાર્થીઓને યોજનાકીય સહાય એનાયત
ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હસ્તે રૂપિયા ૧૫ કરોડની સહાય ચૂકવાઇ
---
રાજપીપલા, શુક્રવાર :- નર્મદા જિલ્લામાં શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય રાજપીપલા ખાતે ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી, નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૩૩ લાભાર્થીઓને સ્ટેજ પરથી વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ હાથો હાથ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતાં.
નર્મદા જિલ્લાના જરૂરિયાત મંદ લાભાર્થીઓને સરકારી યોજનાકીય સેવાઓનો લાભ મળી રહે અને તેમના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે તે માટે કેન્દ્ર-રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર નર્મદાના પ્રયાસો હરહંમેશ પરિણામલક્ષી રહ્યાં છે. જિલ્લાના ૧૧૧૪ લાભાર્થીઓને અંદાજે રૂપિયા ૧૫ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આજે ગરીબ કલ્યાણ મેળા સ્ટેજ કાર્યક્રમમાં રાજપીપલાના લાભાર્થી શ્રી વિશાલભાઈ વસાવાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂ. ૧૦ લાખ સુધીની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી આયુષ્માન કાર્ડનો લાભ મળ્યો છે. તિલકવાડાના કાટકોઈના લાભાર્થી તથા યુગ સખી સંઘ કાટકોઈના પ્રમુખને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે કુલ રૂ. ૯ લાખની સહાય આપવામાં આવી છે. તિલકવાડાના ચુડેશ્વરની સંજરી સખી મંડળના પ્રમુખ શ્રી સાહિરાબીબી રાહૂન રસીદ ગોરીને પણ દીન દયાલ અંત્યોદય યોજના નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન હેઠળ રૂ. ૪ લાખની આર્થિક સહાય મળતા તેઓ ખુશખુશાલ છે.
ચૂંટાયેલા અન્ય જનપ્રતિનિધિ મહાનુભાવોના હસ્તે દેડિયાપાડાના ચિકદાના લાભાર્થી રિંકલબેન વસાવાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પાલક માતા પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની દિકરીને લગ્ન સહાય યોજના હેઠળ રૂ. ૨ લાખની સહાય, નાંદોદના ભચરવાડાના લાભાર્થી શ્રી રાકેશભાઈ વસાવાને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વ્યક્તિગત ધોરણે આવાસ યોજના હેઠળ રૂ. ૧.૨૦ લાખની સહાયનું મંજુરી પત્ર આપવામાં આવ્યું હતું. દેડિયાપાડાના સામરપાડાના લાભાર્થી ચંદ્રિકાબેન વસાવાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ દિવ્યાંગ લગ્ન સહાયની યોજના અંતર્ગત રૂ. ૫૦ હજારની સહાય, નાંદોદ તાલુકાના મા સિકોતર મિશન મંગલમ જૂથના પ્રમુખ તથા બોરિદ્રાના લાભાર્થી તારાબેન વસાવાએ રૂ. ૩૦ હજારનું રીવોલ્વિંગ ફંડ મહાનુભાવોના હસ્તે પ્રાપ્ત કર્યું હતું.
ગરૂડેશ્વર તાલુકાના નાનીરાવલના લાભાર્થી શ્રીમતી લીલાબેન તડવીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૨૦ હજારની પ્રોત્સાહક આવાસિય સહાય મળી છે. તિલકવાડાના લીમપુરાના લાભાર્થી પ્રવિણભાઈ વણકરને જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ હેઠળ ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ રૂ. ૨૦ હજારનો મંજુરી હુકમ એનાયત કરવામાં આવ્યું છે. નાંદોદ તાલુકાના વાઘેથાના લાભાર્થી શ્રી જિનલબેન વસાવાને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કુંવરબાઈ મામેરુ યોજના હેઠળ રૂ. ૧૨ હજારનો મંજુરી પત્ર એનાયત કરાયું છે. ગરૂડેશ્વરના ઝરીયાના લાભાર્થી શ્રી સુબાબેન તડવીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના હેઠળ રૂ. ૧૦ હજારની સહાય મળી છે. નાંદોદના પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભાર્થી શ્રીમતી હાર્દિકાબેન ગોહિલને પણ રૂ. ૬ હજારની સહાય મળી છે. નાંદોદના જ મોટારાયપરાના લાભાર્થી સુરેશભાઈ વલવીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાથરૂમ બાંધકામ સહાય માટે રૂ. ૫ હજારની સહાય એનાયત કરાઈ છે.આરોગ્યની વાત કરીએ તો ગરૂડેશ્વર તાલુકાના કલીમકવાણાના લાભાર્થી શ્રીમતી ડિમ્પલબેન તડવીને નિક્ષય પોષણ યોજના હેઠળ રૂ. ૩ હજારની સહાય અને આમદલાના લાભાર્થી શ્રી સતીષભાઈ તડવીને સિકલ સેલ સહાયના રૂ. ૨૫૦૦ તેમજ નાંદોદ તાલુકાના જીતગઢના લાભાર્થી રોશનકુમાર વલવીને સિકલસેલ સહાયના રૂ. ૨૫૦૦ અને રાજપીપલાના લાભાર્થી શ્રી વિક્રાંતભાઈ વસાવાને નિક્ષય પોષણ યોજના હેઠળ રૂ. ૧૫૦૦ ની સહાય ચુકવવામાં આવી છે. ગરૂડેશ્વર તાલુકાના ઝરીયાના શ્રી અજીતકુમાર તડવીને સંત સુરદાસ સહાય યોજના હેઠળ રૂ. ૧૦૦૦ ની પેન્શન સહાય મળી છે.
નોંધનીય છે કે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ રાજપીપલાના લાભાર્થી શ્રી સાગરકુમાર વસાવાને ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ માટે રૂ. ૮૯૪૦ અને લાભાર્થી શ્રી શાહનવાઝ શેખને ખેતીલક્ષી લુહારી/વેલ્ડિંગ માટે રૂ. ૭૪૫૦, બોરીદ્રાના લાભાર્થી રાજેશભાઈ વસાવાને પ્લંબર કામગીરી માટે રૂ. ૭૮૩૬, કુમસગામના લાભાર્થી શ્રી મનસુખભાઈ વસાવાને કડીયાકામ માટે રૂ. ૭૨૨૦, જુનારાજના લાભાર્થી શ્રી અમરસિંગભાઈ વસાવાને સુથારી કામ માટે રૂ. ૮૧૧૫ અને જીતનગરની લાભાર્થી શ્રીમતી અંજલીબેન વસાવાને રૂ. ૨૧૩૬૦ રકમની દરજીકામની કીટ મહાનુભાવોના હસ્તે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.નાંદોદ તાલુકામાં રાજપીપલાના લાભાર્થી શ્રીમતી વૈશાલીબેન સોલંકી અને ઉષાબેન પાદરીયાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ રૂ. ૨૧૩૬૦ રકમની દરજીકામની કીટ્સ ઉપલબ્ધ કરાવી છે. તેમજ નાંદોદની પ્રતાપનગરના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના હેઠળ સિદ્ધરાજકુમાર માછીને માનવ ગરિમા યોજના હેઠળ રૂ. ૩૬૪૦ રકમની સેન્ટીંગ કામની કીટ એનાયત કરાઈ છે. ગરૂડેશ્વર તાલુકાના સાકવા, ભીલવશી અને કલીમકવાણાના લાભાર્થી શ્રી સુનિલભાઈ તડવી, ગીરીશભાઈ તડવી અને મહેન્દ્રભાઈ તડવીને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આદિજાતિ તાલીમ હેઠળ રૂ. ૨૫૦૦ ની તાલીમ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ નાંદોદના રાજપીપલાના લાભાર્થી શ્રી મોહમદકાલીન ખત્રીને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ રૂ. ૧૩૮૦૦ ની સાધન સહાય (પાપડ બનાવટ કીટ) ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્ય સરકારની દિવ્યાંગ વ્યક્તિઓને બસમાં મફત મુસાફરી પાસ યોજના અંતર્ગત સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કાંતીભાઈ બારીયાને બસ પાસ જ્યારે પીએમ સ્વામિત્વ યોજના અંતર્ગત જિલ્લા નિરીક્ષક અને જમીન દફતરની કચેરી દ્વારા જીતગઢ ગામના શ્રી મુકેશભાઈ જયંતીભાઈને પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવ્યું છે. આમ જિલ્લાના વિવિધ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળામાં મળેલી કીટ દ્વારા આત્મનિર્ભર બનવાનો અવસર આ મેળા થકી સરકાર દ્વારા પુરો પાડવામાં આવ્યું છે.